ગ્લેમર વર્લ્ડમાં કંઈ પણ બની જતું હોય છે. અનંદા મર્ચીલ્ડનની વાત કરવામાં આવે તો તેની સાથે પણ કંઈક અજીબ ઘટના બની ગઈ છે. હોલેન્ડની ટોપ મોડલ એવી અનંદા નેક્સ્ટ ટોપ મોડલ વિજેતા છે. તેની મોડલિંગ એજન્સીએ તેની હકાલપટ્ટી કરી નાખી છે. અનંદાના નિતંબ બે સેમી પહોળા હોવાથી કાઢી મૂકવામાં આવી છે.
અનંદા સાથે ઈલાઈટ મોડલ્સે ત્રણ વર્ષનો કરાર કર્યો હતો પરંતુ ગયા અઠવાડિયે તેને નીકાળી નાખવામાં આવી છે.
25 વર્ષીય અનંદાના હિપ્સની પહોળાઈ 92 સેમી છે, જ્યારે એજન્સીના ધારા-ધોરણ પ્રમાણે હિપ્સની પહોળાઈ 90 સેમી હોવી જોઈએ.
અનંદાને કહેવામાં આવ્યું હતું કે, તેનો ચહેરો સારો છે પણ નિતંબ સારા નથી અને તે ક્યારેય ટોપ મોડલ બની શકે તેમ નથી. તે કેટવોક માટે યોગ્ય નથી.
આટલું જ નહીં એજન્સીએ અનંદાને 75000 યુરોને બદલે માત્ર 10000 યુરો જ આપ્યા છે. હવે, અનંદા પોતાની બાકીની રકમની માંગણી કરી રહી છે.