હોલિવૂડ રિયાલિટી સ્ટાર કોકોએ તાજેતરમાં જ ટ્વિટર પર પોતાનો ન્યૂડ ફોટ અપલોડ કરીને એક વિવાદને જન્મ આપ્યો હતો.
ટ્વિટર પર કોકોએ પોતાની બેનના પુત્ર સાથે નગ્ન તસવીર અપલોડ કરી છે. જેને લઈને લોકોમાં ચર્ચા થવા લાગી છે. ટ્વિટર પર આ રીતના ફોટોગ્રાફ કેટલે અંશે મૂકી શકાય તેની ચર્ચા થઈ રહી છે.
તસવીરમાં કોકો નગ્ન થઈને સૂતી હોય છે અને તેની બાજુમાં તેની બેનનો છોકરો સૂતો હોય છે. કોકોનો એક હાથ છોકરા પર હોય છે અને એક હાથ માથા પર હોય છે. તેણે મુશ્કેલથી પોતાની આંખો ખુલ્લી રાખી હોય તેમ લાગે છે.
કોકો પોતાના સંબંધીઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે પરંતુ કેટલાંક લોકો માની રહ્યા છે કે, આ રીતનો ફોટો અયોગ્ય છે.
કોકોનું સાચું નામ નિકોલ નતાલી મેરો છે. તેણે વિવાદ થતાં ટ્વિટર પરથી આ ફોટો ડિલીટ કરી નાંખ્યો હતો.